Dholera Latest Updates

Welcome

Updates

વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન વિદેશી કંપનીઓને આકર્ષવા હવે ગુજરાત સરકાર ડેટા પાર્કની સુવિધા શરૂ કરશે. ગુજરાતના કરોડો સોશિયલ મીડિયા- ઇ કોમર્સ યુઝર્સ ડેટા એકત્રિત કરાશે. તમામ ડેટા માટે એકીકૃત સેન્ટર ઊભું કરવામાં આવશે. રાજ્યમાં ધોલેરા સર ખાતે અદ્યતન ડેટા સેન્ટર સ્થપાશે કે જે ગુજરાતનું સૌ પ્રથમ પબ્લિક “ડેટા પાર્ક” ધોલેરા સર ખાતે બનશે.

મહત્વનું છે કે, આગામી પાર્લામેન્ટ સેશનમાં કેન્દ્ર સરકાર ડેટા પ્રાઇવસી પોલિસી લાવી રહી છે. ત્યારે એ પોલીસી લાવતા પહેલાં ગુજરાતમાં પબ્લિક ડેટા પાર્ક ઊભું કરવા દિલ્હીથી સૂચના અપાઇ છે. આ અંગે ગુજરાતના બે સિનિયર IAS અધિકારીઓને સૂચના પણ આપી દેવાઇ છે.

ગીફ્ટ સિટીના એમ.ડી તપન રે અને સીએમ ACS પંકજ જોશીને આ મામલે સૂચના અપાઇ છે. વાઇબ્રન્ટ પહેલાં રાજ્યનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ ગુજરાતના ધોલેરા સર ખાતે ડેટા પાર્કનું આયોજન કરશે. ગુજરાતનું આ પહેલુ પબ્લિક ડેટા પાર્ક હશે. તમિલનાડુ બાદ ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કેન્દ્ર સરકારની પોલિસી આધીન રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી દીધી છે.