Dholera Latest Updates

Welcome

Updates

નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમારે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાણી પુરવઠા, ડિજિટલ સેવા સેતુ સહિતના ક્ષેત્રમાં વિકાસ કાર્યોની સિદ્ધિઓ અને કોવિડ મહામારી દરમ્યાનની સઘન આરોગ્યલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની વિગતોથી માહિતગાર કર્યાં હતા. 
 
નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામીણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતે એફ.ડી.આઇ.માં જે અનન્ય સિદ્ધિ મેળવી છે તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જોઈએ. 
 
સી.એમ. ડેશબોર્ડથી થતી ડિજિટલ ગવર્નન્સની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનિટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા SIRને સિંગાપોરથી મોટું સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની સરાહના કરી હતી.